(૧) ૧૮ થી ૬૫ વર્ષની વયના માત્ર મહિલા કારીગરો જ મેળા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે.
(૨) મહિલા કારીગરોએ જાતે જ સ્ટોલમાં હાજરી આપવી પડશે. તેમની ગેરહાજરીમાં અન્ય કોઇ પ્રતિનિધિ સ્ટોલમાં ઉપસ્થિત રહી શકશે નહી. જો મહિલા કારીગર પોતે ઉપસ્થિત નહી રહે તો બે વર્ષ માટે મેળામાં ભાગ લેવા માટે પ્રતિબંધ મૂકવામાં આવશે.
(૩) હું સ્ટોલમાં સતત માસ્ક પહેરીશ. સોશ્યિલ ડિસ્ટન્સીન્ગનું પાલન કરીશ તેમજ કોરોના ગાઈડલાઇન્સ અન્વયે જે કઈ સૂચના નિગમના અધિકારીઓ દ્વારા આપવામાં આવશે તેનું પાલન કરીશ.
(૪) હું તમામ દિવસોમાં પણ નિગમ તરફથી સૂચના મળે તે પ્રમાણે મેળા શરૂ થયા પહેલા સમયસર હાજર થઈ સમયસર સ્ટોલ ખુલ્લો રાખીશ અને દૈનિક વેચાણની સચોટ વિગત મેળાના સ્થળે નિગમના સ્ટાફને આપીશ.
(૫) હું મેળામાં આકર્ષક રીતે પોતાની વસ્તુઓને પ્રદર્શિત કરીશ તથા પ્રદર્શનમાં આવનાર મુલાકાતીઓને
વ્યવસ્થિત રીતે વિવેકપૂર્ણ જવાબ આપીશ.
(૬) જો હું મેળાની ફી ભર્યા પછી મેળામાં હાજર નહી રહું તો સ્ટોલ ફાળવણી રદ થશે અને મારી ભરેલ ફી જપ્ત
કરવામાં આવશે. તેનું હું પાલન કરીશ.
(૭) મહિલા કારીગરોએ મેળાના સ્થળે આવવા-જવાની, ભોજન-રહેઠાણની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. આ માટે
નિગમ તરફથી કોઇ જ રકમ ચુકવવામાં નહી આવે કે કોઇ વ્યવયસ્થા કરવામાં નહી આવે. તેની મને જાણ છે તે સાથે હું સંમત છું.
(૮) મેળામાં પોતાના માલ સામાનની જવાબદારી તથા માલસામાનના વીમા કવચની જવાબદારી કારીગરની રહેશે. જો કોઇ ચોરી થશે તો તેની જવાબદારી નિગમની રહેશ નહી. અલબત્ત સિકયોરીટી સગવડ નિગમ દ્વારા કરવામાં આવશે. આ અંગેની મને જાણ છે તે સાથે હું સંમત છું.
(૯) મેળામાં એક જ કુટુંબની એક જ વ્યક્તિએ સ્ટોલ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જો એક જ કુટુંબની એકથી વધુ વ્યક્તિને સ્ટોલ ફાળવણી થયાનું ધ્યાને આવશે તો કોઇ એક વ્યક્તિની સ્ટોલ ફાળવણી રદ કરવાનો નિગમને અધિકાર રહેશે. આ બાબતે કોઇ વિવાદ / તકરાર ચલાવી લેવામાં આવશે નહી. આ અંગેની મને જાણ છે તે સાથે હું સંમત છું.
(૧૦) મેળામાં હું વિવેકપૂર્ણ વર્તન કરીશ. જો મારા તરફથી ગેરવર્તન કરેલ હોવાનું માલુમ પડશે તો નિયમોનુસાર
નિગમ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તે મને મંજૂર છે.
(૧૧) સ્ટોલ માટે જે નિયત જગ્યા ડ્રો દ્વારા મને ફાળવવામાં આવશે, તે જ જગ્યા ઉપર હું માલ સામાન પ્રદર્શિત કરીશ. અન્ય ખૂલ્લી જગ્યાનો કે રસ્તાનો ઉપયોગ હું કરીશ નહી. તેમ જ સ્ટોલનો દુરૂપયોગ કરવાનો પણ હું પ્રયત્ન કરીશ નહી.
(૧૨) મેળામાં ભાગ લઈ રહેલા અન્ય કારીગરો સાથે કોઈ વાદ-વિવાદ ન થાય તેનું હું ધ્યાન રાખીશ.
(૧૩) મેળા પર ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા આપવામાં આવે તે સુચનાઓનું ચુસ્તપણે હું પાલન
કરીશ
(૧૪) મેળામાં પધારનાર પદાધિકારી/ અધિકારીઓ/મહેમાનો સ્ટોલ ઉપર મુલાકાત લે તે દરમ્યાન હું સારી વર્તણુંક દાખવીશ.
(૧૫) સ્ટોલ ફાળવવા અંગે આખરી નિર્ણય નિગમનો રહેશે જે મને મંજૂર છે.
(૧૬) રાત્રી રોકાણ માટે મને નિગમ કે અન્ય વિભાગો / સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવશે તો જ કારીગર સ્ટોલમાં પોતાની જવાબદારી પર રાત્રી રોકાણ કરી શકશે, એ મને મંજૂર છે.
(૧૭) મેળા દરમ્યાન કે મેળામાં રાત્રી રોકાણ દરમ્યાન નશાકારક વસ્તુનું સેવન કરી શકશે નહીં તથા સ્ટોલમાં કોઈ જવલનશીલ પદાર્થ રાખી શકાશે નહીં, એ મને મંજૂર છે.
(૧૮) ફાળવેલ સ્ટોલનો અન્ય કોઈ કારીગર કે વ્યક્તિ ને બારોબાર હવાલો સોંપી શકાશે નહીં. જો આવી બાબત ધ્યાને આવશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, એ મને મંજૂર છે.
(૧૯) મેળામાં કોઈ આસસ્મિક ઘટના કે અન્ય કોઈ કારણસર ઈજા, મૃત્યુ કે બિમારી જેવી બાબતે નિગમ ની કોઈ જવાબદારી રહેશે નહીં એની મને જાણ છે અને મને મંજૂર છે.
(૨૦) મેળામાં પોતાનું આર્ટીઝ્ન કાર્ડ/ ફોટો આઈકાર્ડ, બિલ બુક, વિઝીટીંગ કાર્ડ સાથે રાખવાના રહેશે. તેની મને
જાણ છે અને તેનું હું પાલન કરીશ.
(૨૧) અનિવાર્ય સંજોગોમાં સ્ટોલ ની સંખ્યામાં વધઘટ કે મેળાના આયોજન માં ફેરફાર કરવાનો કે આયોજન રદ કરવાનો નિગમ ને અધિકાર રહેશે.જે મને મંજુર છે.